જી.જી. હોસ્પિટલની લેબમાં તપાસાયેલા ૧૮ માંથી ૧પ સેમ્પલ નેગેટીવઃ રાજકોટના ત્રણ પોઝિટિવ

જી.જી. હોસ્પિટલની લેબમાં તપાસાયેલા ૧૮ માંથી ૧પ સેમ્પલ નેગેટીવઃ રાજકોટના ત્રણ પોઝિટિવ
jamnagar news


જામનગર  કોરોના વાઈરસએ સમગ્ર વિશ્વને બાનમાં લીધું છે, ત્યારે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હજુ સુધી એક પણ દર્દી નોંધાયો નથી. દરમિયાન ગઈકાલે જામનગરમાં ૧૮ સેમ્પલમાંથી ત્રણ રાજકોટના દર્દીના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં.
કોરોના વાઈરસ કાળો કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે મહારાષ્ટ્રના શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટની ચકાસણી માટે જામનગરની સરકારી લેબોરેટરીમાં ચકાસણી કરવામાં આવી રહી છે.
ગઈકાલે રાજકોટના ૧૧, પોરબંદરના ૪, જામનગરના ર અને મોરબીના એક મળી કુલ ૧૮ દર્દીઓના તપાસવામાં આવ્યા હતાં જેમાંથી રાજકોટના ત્રણ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ મળ્યા હતાં. આ સિવાયના તમામ ૧પ રિપોર્ટ નેગેટીવ મળ્યા હતાં. આમ જામનગરના બન્ને શંકાસ્પદ કેસમાં રિપોર્ટ નેગેટીવ મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

एक टिप्पणी भेजें

और नया पुराने